આ છે દેશનું પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર જેને ધક્કો મારશો તો પણ નહીં પડે, અવાજ કરો અને થઇ જશે પાર્ક

27-Dec-2022

0 Comments
દેશમાં ટૂવ્હીલર વાહનોની માંગ તો ધીમે ધીમે હવે વધવા લાગી છે. ત્યારે આવનારા દિવસોમાં બજારમાં એકથી વધીને એક ઉત્તમ ને શાનદાર બાઇકો અને સ્કૂટરો આવતા જોવા મળી રહ્યાં છે. ત્યારે આવું જ એક શાનદાર સ્કૂટર Liger Mobility નામનાં સ્ટાર્ટ અપ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.
આ સ્કૂટર અંદાજે ઇન્ડિયન મોબિલિટીની પરિભાષા જ બદલી નાખશે. આ સ્કૂટરની સૌથી મહત્વની વાત તો એ છે કે આ 'સેલ્ફ બેલેંસિંગ ઇલેક્ટ્રિક સ્કૂટર' (self balancing electric scooter) છે. એટલે કે ડ્રાઇવ કરતી વેળાએ ચાલકનો પડી જવાનો ખતરો બિલકુલ નહીં થાય. એટલું જ નહીં, પણ જો આપ ખુદ જ તેને ધક્કો મારશો તો પણ તે સ્કૂટર (scooter) નીચે નહીં પડે.
હકીકતમાં, આ સ્કૂટરની શોધ IIT અને ISBનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. હાલમાં જો કે આ સ્કૂટરનાં પ્રોટોટાઇપને જ રજૂ કરવામાં આવેલ છે. હાલમાં આનાં પ્રોડક્શન વર્ઝનને તૈયાર થવામાં સમય લાગશે. આ સ્કૂટર માટે એક વીડિયો પણ તૈયાર કરવામાં આવ્યો છે કે જેમાં આપ ખુદ તે જોઇ શકો છો કે કેવી રીતે આ સ્કૂટર માનવીનાં અવાજને ઓળખે છે અને ખુદને બેલેન્સ પણ કરી રાખે છે.
- દુશ્મનના ગઢમાં જ જયરાજસિંહનું શક્તિપ્રદર્શન, રિબડાવાસીઓને આપી આવી બાહેંધરી, કહ્યું દાદાગીરીનો ખાતમો પાક્કો
- સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવવાનું બંધ કરી દેજો નહીંતર કાર્યવાહી, સરકારે કર્યું મોટું એલાન
- 'કોરોના હજુ ખતમ થયો નથી, બધા લોકોને માસ્ક પહેરતા કરો', PM મોદીએ છોડ્યો મોટો હુકમ
- પ્રેમના મામલે આ 3 રાશિ માટે 2023 જોરદાર લકી! પણ આ લોકોએ રહેવું પડશે સાવધાન
આ વીડિયોમાં આ સ્ટાર્ટઅપનાં કો-ફાઉન્ડર આશુતોષ ઉપાધ્યાયને આપ જોઇ શકો છો કે જે સ્કૂટરને વૉઇસ કમાન્ડ આપે છે અને સ્કૂટર ખુદ જાતે જ પાર્કિંગ સ્લૉટમાંથી બહાર નીકળે છે. હજી સુધી દેશમાં કોઇ પણ સ્કૂટરમાં વૉઇસ કમાન્ડથી સેલ્ફ પાર્કિંગ સિસ્ટમ જોવા નથી મળી. આ જોવાનું કોઇ આશ્ચર્યથી ઓછું નથી કે જ્યારે વગર ચાલકે સ્કૂટર ખુદ પાર્કિંગ સ્લૉટમાંથી બહાર નીકળ્યાં.

આ સિવાય આ વીડિયોમાં એ પણ દેખાડવામાં આવ્યું છે કે કેવી રીતે આ સ્કૂટર દરેક વખતે ખુદને બેલેન્સ કરી રાખે છે. આ સ્કૂટરમાં ખાસ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે છે. આપ વીડિયોમાં જોઇ શકો છો કે એક છોકરી સ્કૂટરને ચલાવે છે અને તે સમયે તેનો પગ ફ્લોરબોર્ડ પર રહે છે. સ્કૂટર રોક્યા બાદ પણ છોકરી પોતાનો પગ નીચેથી નથી ઉતારતી.